Venus - શુક્ર
- Shubham Nandasana
- Sep 20, 2019
- 3 min read
પૃથ્વી અને શુક્ર વચ્ચે ની સામ્યતાઓ :

પૃથ્વી નો વ્યાસ - 12756 km
શુક્ર નો વ્યાસ - 12102 km
જો પૃથ્વી ના ગુરુત્વાકર્ષણ ને આપણે 1 ગણીએ તો શુક્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી ની સરખામણી માં 0.9 થાય.
પૃથ્વી ની સાપેક્ષ ઘનતા ( પાણી ની સરખામણી માં) - 5.5
શુક્ર ની સાપેક્ષ ઘનતા - 5.2
જો સૂર્ય અને પૃથ્વી વચ્ચે નું અંતર આપણે 100% ધારીએ તો સૂર્ય અને શુક્ર વચ્ચે નું અંતર 72% થાય
શુક્ર ની સપાટી નું સરેરાશ તાપમાન 470 °C છે કે જે ટીન,સીસું કે ઝીંક જેવી ધાતુઓ ને પીગાળવા માટે પૂરતું છે.
પૃથ્વી ની જેમ શુક્ર પણ શરૂઆત માં સૂર્ય ની 40% ઉર્જા ને વાતાવરણ માં પછી જવા દેતો હતો ( તેના ઘટ્ટ વાતાવરણ ને કારણે )
શુક્રના વાતાવરણનું દબાણ પૃથ્વી કરતાં 90 ગણું છે માટે શુક્રની સપાટી ઉપર 1 ચોરસ સેન્ટીમીટર હવાનું વજન 90 કિલોગ્રામ થાય
શુક્ર હંમેશા સલ્ફ્યુરિક એસિડ નાવાદળો વળે ઘેરાયેલો રહે છે. વાતાવરણમાં થતી એસીડ વર્ષા શુક્રની સપાટી સુધી પહોંચતી જ નથી વાતાવરણમાં જ બાષ્પીભવન પામે છે
શુક્રના વાતાવરણમાં દર મિનિટે એક હજાર જેટલા વીજળી ના ચમકારા થાય છે
શુક્રના ઉપલા વાતાવરણમાં પવનની ઝડપ ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાક ની છે
શુક્ર શરૂઆતમાં પૃથ્વીની સાથે સાથે જ બન્યો હતો અને આ ઉપરાંત કદ માં પણ તેઓ બંને લગભગ સરખા જ છે.
શરૂઆતમાં પૃથ્વીનું વાતાવરણ એકદમ શાંત હતું પણ ત્યાર બાદ આજથી ૧૦ મિલિયન વર્ષ પહેલાં જવાળામુખી ગતિવિધિને લીધે લાવા,કાર્બન ડાયોકસાઇડ અને પાણીની વરાળ પુષ્કળ પ્રમાણ માં વાતાવરણ માં ભળે છે
જેવી આ પ્રવૃત્તિ શાંત પડી કે તરત વરાળ ઠરવા લાગી અને સતત 10 હજાર વર્ષો સુધી વરસાદ પડ્યો
આ ઉપરાંત આ સમય દરમ્યાન પૃથ્વી પાર બરફ ધરાવતા ધૂમકેતુ પણ પડ્યા જેથી પૃથ્વી ને અલગ અલગ બે રીતે થી પાણી મળ્યું આ રીતે સમૃદ્ધ બન્યા (20થી 25 લાખ વર્ષ પહેલા)
આજ પ્રકારની ઘટના શરૂઆતમાં શુક્રના વાતાવરણમાં પણ બની
માટે જો શરૂઆતમા આટલો બધો(Billions of tonne) કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી અને શુક્રના વાતાવરણમાં હોય તો પછી અત્યારે શા માટે પૃથ્વી પાસે એક ટકાથી પણ ઓછો અને શુક્ર માં 95% જેટલો કાર્બન ડાયોકસાઇડ છે?
ઉપરાંત શા માટે પૃથ્વી પર સમુદ્ર અકબંધ રહ્યા જ્યારે શુક્ર એકદમ કોરો ભટ્ઠ બની ગયો?
જવાબ :
સખત જ્વાળામુખી પ્રવૃત્તિને લીધે પૃથ્વીના વાતાવરણમાં પુષ્કળ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઠલવાયો જેમાંથી ઘણો બધો કાર્બનડાયોક્સાઇડ સમુદ્રના પાણીમાં ભળ્યો બાકીનો કાર્બોનેટ પથ્થર જેવા કે limestone માર્બલ,ચોક,કેલ્સાઈટ વગેરે માં કેદ થયો.
આ ઉપરાંત વનસ્પતિ સૃષ્ટિ એ પણ ઘણો ખરો કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી લીધો અને માટે પૃથ્વીના વાતાવરણમાં 0.03% થી વધારે કાર્બન ડાયોક્સાઇડ રહ્યો નહિ.
પરંતુ ઉપરની પ્રક્રિયા શુક્રમાં બનવા પામી નહીં શુક્રમાં સમુદ્ર ચોક્કસ બન્યા પણ વાતાવરણમાંથી કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ ઘટયું નહીં.
આથી 20 થી 25 લાખ વર્ષ પહેલાં સૂર્ય આજના સમય કરતાં ૩૦ ટકા ઓછો તપતો હતો કેમકે ન્યુક્લિઅર સંઘટન ની પ્રક્રિયા તેના ચરમ સ્તરે પહોંચી ન હતી.
પરંતુ સમય જતાં આ પ્રક્રિયા વેગએ પકડ્યો અને સૂર્યની ગરમી વધવા લાગી જેને કારણે શુક્રના સમુદ્રના પાણીનું બાષ્પીભવન થવા લાગ્યું.
માટે વધુને વધુ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતી વરાળ શુક્ર ના વાતાવરણમાં જમા થવા લાગી જેને ત્યાં દબાણ વધાર્યું માટે હવે સમુદ્રમાંથી વધારે પાણીનું બાષ્પીભવન થતું અટકી ત્યારબાદ ઘણા લાખ વર્ષો સુધી શુક્ર પર પાણી રહ્યું.
એક તરફ વધારેમાં વધારે વધારે વરાળ બનતી રહી અને બીજી તરફ જ્વાળામુખી ને લીધે વધારેમાં વધારે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળતો ગયો જેને કારણે શુક્ર નું વાતાવરણ ગ્રીનહાઉસ થઇ ગયું.
વરાળને કારણે સૂર્યની મહત્તમ ગરમી શુક્રના વાતાવરણમાં શોષાવા લાગી જે પહેલા પરાવર્તિત પામતી હતી આમ વધારે ગરમી ને લીધે સમુદ્ર નું હજુ વધારે પાણી બાષ્પીભવન પામીને હજુ વધારે વરાળ માં ફેરવાયું અને હજુ વધારે વરાળ વાતાવરણ માં ભળી જેને કારણે વાતાવરની ગરમી ઑર વધી અને તાપમાન 470 °C સુધી પહોંચી ગયું.
આ ઉપરાંત હવે વરાળ જેમ વધતી ગઈ તેમ તેમ વાતાવરણના ઉપરના હિસ્સામાં ભળતી ગઈ જ્યાં સૂર્યની UV લાઈટ ને લીધે તેનું હાઈડ્રોજન અને ઓક્સિજન મા રૂપાંતરણ થયું હાઈડ્રોજન વજન માં હલકો હોવાને કારણે સીધો જ અવકાશ માં ચાલ્યો ગયો (પરંતુ બધો જ હાઇડ્રોજન નહિ) માટે થોડાક બચેલા હાઇડ્રોજન,ઓક્સિજન અને જ્વાળામુખી માંથી નીકળેલો સલ્ફર ડાયોકસાઇડ એ મળી ને સલ્ફયુરિક એસિડ બનાવ્યું.
ઉપરાંત વાતાવરણ નો કાર્બન ડાયોકસાઇડ તો જેમનો તેમ જ યથાવત જ રહ્યો.
Comments