top of page
Search

શિયાળામાં પૂર્ણ ચંદ્ર ઉનાળા કરતા લાંબો સમય જોવા મળે છે શા માટે?

  • Writer: Shubham Nandasana
    Shubham Nandasana
  • Sep 14, 2019
  • 1 min read


  • સામાન્ય રીતે આપણે પૂર્ણ ચંદ્ર ત્યારે જ જોઈ શકીએ જ્યારે ચંદ્ર અને સૂર્ય બંને એકબીજાની વિરુદ્ધ બાજુ હોય અને તેમની વચ્ચે પૃથ્વી આવે.

  • પરંતુ જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને એક જ બાજુએ આવશે તો આપણને Full Dark Moon જોવા મળશે.

  • શિયાળા દરમિયાન એટલે કે ડિસેમ્બરથી માર્ચ ના સમયગાળા દરમિયાન સૂર્યનો સીધો પ્રકાશ પૃથ્વી ના દક્ષિણ ગોળાર્ધ પર પડે છે આનું કારણ પૃથ્વીની ધરીનો 23 ડિગ્રી નમન છે અને ઉત્તર ગોળાર્ધ પર સૂર્ય ના ત્રાંસા કિરણો પડે છે.

  • માટે શિયાળામાં સૂર્ય આપણને મોડો ઉગેલો અને વહેલો આથમેલો જણાય છે.

  • માટે સ્વાભાવિક છે કે Full Moon ની પ્રક્રિયા દરમિયાન ચંદ્ર બરાબર સૂર્યની સામે ની બાજુ હોય માટે શિયાળા દરમ્યાન જ રાત્રી દરમ્યાન ચંદ્રનો વધારે સમય સુધી પડછાયો આપણી સુધી પહોંચે છે.

  • જ્યારે ઉનાળામાં એપ્રિલથી જૂન દરમિયાન સૂર્યના સીધા કિરણો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પર પડે છે જેથી ઉત્તર ગોળાર્ધ માં સૂર્ય વહેલો ઉગી મોડો આથમે છે જેને કારણે રાત્રીના સમય દરમ્યાન Full Moon નો સમય શિયાળા કરતાં ઓછો હોય છે.


ટૂંકમાં,

  • પૂર્ણ ચંદ્ર ના ઉગવાની અને આથમવા ની પ્રક્રિયાએ સમગ્ર વર્ષ દરમિયાન સૂર્યની વિરુદ્ધ ચંદ્ર હોય ત્યારે જ થાય છે.

  • માટે ઉનાળામાં (વસંત ની શરૂઆત અને પાનખર ના પ્રારંભ) રાત્રી દરમિયાન ચંદ્ર પૃથ્વી ના દક્ષીણ ગોળાર્ધ પર હશે માટે તે ક્ષિતિજ માં ઘણો થોડો સમય જ આપણી નજર સમક્ષ રહેશે (જે રીતે સૂર્ય શિયાળામાં થોડા સમય રહે છે તે રીતે ) અને આ જ રીતે શિયાળામાં ચંદ્રની પૂર્ણિમા પણ વધારે સમય સુધી જોવા મળશે

 
 
 

Opmerkingen


  • Facebook Social Icon
  • linkedin
  • twitter
  • instagram
  • RSS Social Icon

Proudly created by @ThenWho/

bottom of page