top of page
Search

કવેસાર શું છે?

  • Writer: Shubham Nandasana
    Shubham Nandasana
  • Aug 13, 2019
  • 2 min read
  • આખા બ્રહ્માંડમાં જો કોઈ સૌથી વધુ પ્રકાશિત વસ્તુ હોય તો તે કવેસાર છે.

  • એક કવેસાર લગભગ ૧૦૦ જેટલી મધ્યમકદની ગેલેક્સીના સંયુક્ત પ્રકાશ જેટલુ તેજ પ્રકાશ તો હોય છે.

  • કવસાર એ ખૂબ દૂર લગભગ દ્રશ્ય બ્રહ્માંડ ના છેડા પર આવેલા છે.


Quasar

  • કવેસાર એ બ્રહ્માંડના સૌથી પ્રકાશિત ઓજેકટ હોવા છતાં તે એટલે દૂર આવેલા છે કે નરી આંખે તેને જોવા શક્ય નથી.શક્તિશાળી ટેલિસ્કોપ થી જોતા પણ તે ખૂબ જ ઝાંખું લાલ તારા જેવા દેખાય છે.

  • ઘણા ખગોળશાસ્ત્રી ઓ માને છે કે કવેસાર અત્યાર સુધી બ્રહ્માંડમાં શોધાયેલા ઓજેકટમાં સૌથી દૂર નો ઓજેક્ટ છે.

  • કવેસાર પુષ્કળ ઉર્જા મુક્ત કરે છે, અને આપણા સૂર્ય કરતાં અબજો ગણા તેજ થી પ્રકાશ છે.(એક સેકન્ડમાં સામાન્ય કવેસાર એટલી ઉર્જા મુક્ત કરે છે. કે જેનાથી પૃથ્વીની આવતા એક અબજ વર્ષ સુધીની વીજ જરૂરિયાત સંતોષી શકાય.)

  • કવેસાર તેની ઊર્જા ખૂબ જ દળદાર બ્લેક હોલ માંથી મેળવે છે. મોટે ભાગે તે જે ગેલેક્સી માં આવેલ હોય છે તેના મધ્યભાગમાં આવેલ સુપર મેસિવ બ્લેક હોલ તેની ઉર્જાનો સ્ત્રોત હોવાનું મનાય છે.

  • કવેસાર નો પ્રકાશ એટલો બધો હોય છે કે તે જે ગેલેક્સી માં આવેલ હોય તે ગેલેક્સી ના બીજા તારાઓનો પ્રકાશ આપણે જોઈ શકતા નથી.આટલો પ્રકાશિત હોવા છતાં આગળ જોયું તો તેને ટેલિસ્કોપ થી જોતા પણ તે ઝાંખા ટપકા જેવું દેખાય છે.

  • કવેસાર માંથી નીકળતી ઉર્જાને પૃથ્વી સુધી પહોંચતા અબજ વર્ષ લાગે છે, માટેજ ખગોળશાસ્ત્રી ને તે બ્રહ્માંડના શરૂઆતના સમયનો અભ્યાસ કરવાની તક પૂરી પાડે છે.

  • કવેસાર નામ કવેસી-સ્ટેલર-રેડી-સોર્સ શબ્દને ટૂંકાવી ને પાડવામાં આવ્યું છે, કે જેનો અર્થ તારા જેવા રેડિયો તરંગો વહેતા મુક્તિ વસ્તુ એવો થાય છે.આ નામ ૧૯૬૦માં જ્યારે પહેલવહેલો કવેસાર શોધાયો ત્યારથી ચલણ માં છે.

  • જો કે હવે વૈજ્ઞાનિકો જાણે છે કે કેટલાક કવેસાર ખુબજ નબળા રેડિયો તરંગો ઉત્સર્જિત કરે છે. કવેસાર રેડિયો તરંગો ઉપરાંત અલ્ટ્રાવાયોલેટ રેઝ, ઇન્ફ્રા રેડ તરંગો,X-રે તથા ગેમા કિરણો પણ ઉત્સર્જિત કરે છે.

  • કવેસાર ની અંદર મોટા એવા વાદળોની જોડી હોય છે,જેની અંદર Charged particles રહેલા હોય છે,અને આ particles ને કારણે તેની આજુબાજુ Magnetic field ઉત્પન્ન થાય છે.

  • અને જો કોઈ બાહ્ય સ્ત્રોત ના પરમાણુઓ આ magnetic field ના સંપર્ક માં આવે તો તે પરમાણુ માં રહેલા ઈલેક્ટ્રોન ને ઉતેજીત કરીને પ્લાઝમા સ્વરૂપ માં ફેરવી નાખે છે. અને તેથી જ આપણને તેની બંને બાજુ કિરણો ના તેજ શેરડાઓ જોવા મળે છે.

  • મોટાભાગના કવેસાર નું કદ આપણી સૂર્યમાળા કરતા પણ વધુ છે, તેની પહોળાઈ આશરે ૧-કિલોપાર્સેક એટલે કે ૩૨૬૦ પ્રકાશવર્ષ જેટલી હોય છે (૧ કિલોપાર્સેક =૧૦૦૦ પાર્સેક અને ૧ પાર્સેક = ૩.૨૬ પ્રકાશવર્ષ)


mrk (markarian) - 231 galaxy

  • ઓગસ્ટ-૨૯ ,૨૦૧૫ ના રોજ નાસાના હબલ ટેલિસ્કોપ નો ઉપયોગ કરનારા ખગોળશાસ્ત્રીઓએ MrK-૨૩૧ નામની ગેલેક્સી માં એક એવો કવસાર શોધી કાડયો છે કે જેનો ઉર્જાસ્રોત જોડિયા બ્લેક હોલ છે.

 
 
 

Comentarios


  • Facebook Social Icon
  • linkedin
  • twitter
  • instagram
  • RSS Social Icon

Proudly created by @ThenWho/

bottom of page