ન્યુટ્રોન સ્ટાર કેવી રીતે બને છે?
- Shubham Nandasana
- Apr 2, 2019
- 1 min read

વિરાટ તારો Red giant (રાતો) નું ભીતરી બળતણ ખૂટે અને ભઠ્ઠી જરાતરા ઓલવાતા તેમાં જરૂરી કેન્દ્રત્યાગી બળ પેદા કરવા જેટલી ગરમી પેદા ન થાય ત્યારે કેન્દ્રગામી ગુરુત્વાકર્ષણ બળ જીતે છે.
તારાનું દળ/પદાર્થ ઓચિંતો કેન્દ્ર તરફ ફસકી પડે છે.તેની પહેલા ઈલેક્ટ્રોન અને પ્રોટોન પ્રખર દબાણ હેઠળ સંકોચાઈને ન્યુટ્રોન માં ફેરવાઈ જાય છે આમ ન્યુટ્રોન સ્ટાર બને છે
કોઈ બે ન્યુટ્રોન સ્ટાર અથડાઈ ત્યારે તેની Kinetic અને gravitational energy - gamma rays સ્વરૂપે ચારેતરફ પ્રસરે છે.
પૃથ્વી ની 50-75 પ્રકાશવર્ષ નજીક જો કોઈ બે ન્યુટ્રોન સ્ટાર અથડાઈ અને GRB (gamma ray burst) થાય તો પૃથ્વી પર મનુષ્ય સહીત એકેય સજીવ જીવંત રહેવા પામે નહિ.
Comments