બ્રહ્માંડ માં સૂર્ય જેવા અબજો તારાઓ હોવા છતાં રાત્રિનું આકાશ અંધકારમય કેમ છે?
- Shubham Nandasana
- Jun 13, 2019
- 2 min read
Updated: Sep 14, 2019

સામાન્ય રીતે પૃથ્વીથી 20 પ્રકાશ વર્ષ ના અંતરિક્ષમાં અંદાજે 100 જેટલા તારાઓ છે.
માટે તેના 2000 પ્રકાશ વર્ષના અંતરિક્ષમાં અંદાજે 10^8 તારાઓ થાય,(This is because volume of the space is now become 100*100*100 and total star is now 100*100*100*100*100 = 10^8 )
આ ઉપરાંત આપણી દૂધગંગા નો વ્યાસ 105700 પ્રકાશ વર્ષ જેટલો અને કુલ બ્રહ્માંડનો સાથરો 13.7 અબજ વર્ષ હોવાનું જોતા આપણા બ્રહ્માંડમાં કુલ લગભગ 10^21 જેટલા તારાઓ છે
અને સાદો તર્ક લગાવીએ તો એમ થાય કે આટલા બધા તારા હોય તો તેઓ આપણા સૂર્ય ની જેમ જ અંધકાર ને ગાયબ કેમ કરી દેતા નથી
1823 માં જર્મન ખગોળશાસ્ત્રી heinrich olbers ને પણ આ વાત વિરોધાભાસી લાગી જે આજે olbers paradox તરીકે ઓળખાય છે
કેમ કે અવકાશમાં જેમ જેમ અંતર વધે તેમ તેમ તારા ની સંખ્યા અંતરના ઘન ના પ્રમાણમાં વધે છે
પરંતુ તારા નો પ્રકાશ અંતરના વર્ગના પ્રમાણમાં જ ઝાંખો પડે છે
આમ છતાં ઉપરની વાત ન બનવાનું કારણ એ કે તારાઓ પૃથ્વી થી ઘણા દૂર છે અને તે બધા માંથી ઘણાખરા નો પ્રકાશ પૃથ્વી સુધી હજુ પહોંચ્યો જ નથી તેઓ નો પ્રકાશ હજુ પણ પૃથ્વી તરફ પોતાનો પ્રવાસ કરી રહ્યા છે
આ ઉપરાંત બ્રહ્માંડ સતત વિસ્તરે છે આથી તેમાં રહેલી આકાશગંગા અને અંતે તારાઓ પણ વિસ્તરે છે
માટે તારાઓ સતત પૃથ્વીથી દૂર તરફ થતા જાય છે આથી તેમના પ્રકાશ ને પૃથ્વી સુધી પહોંચવા માં વધારે ને વધારે અંતર કાપવું પડે છે અને અંતે તે પહોંચતો જ નથી અથવા તો સાવ જ ઝાંખા જ રહે છે
આ ઉપરાંત olbers paradox નું ખંડન કરતાં ત્રણ ખુલાસા પણ જોવા મળે છે.
લગભગ 68% બ્રહ્માંડ Dark matter અને 27% Dark energy નું બનેલું છે જેઓ પ્રકાશ નું પરાવર્તન કરતા નથી માટે બાકીના દ્રશ્યમાન બ્રહ્માંડ નો પ્રકાશ એટલો ન હોય કે તે આખા બ્રહ્માંડને પ્રકાશિત કરી શકે.
13.7 અબજ વર્ષ પછી હવે બ્રહ્માંડનો ઘણો બધો પદાર્થ ઠંડો પડી ચૂક્યો છે અમુક નુ તાપમાન તો -272 °C જોવા મળ્યું છે અને તાપમાન વગર પ્રકાશ સંભવે નહીં.
વિવિધ તારાઓ વચ્ચેની જગ્યામાં 1 ઘન મીટર એ 1,00,000 અણુઓ છે જે રજકણ અથવા વાયુકણ છે માટે તેઓ પણ પ્રકાશને શોષી લે છે આથી દૂધના તારા નો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચી શકતો નથી.
Comments